પુડુચેરી પાર કરી ગયા બાદ નબળું પડી રહ્યું છે Cyclone Nivar, અનેક વિસ્તારોમાં તબાહી

ચક્રવાતી તોફાન નિવાર નબળું પડીને અતિ ગંભીર શ્રેણીમાંથી ગંભીર શ્રેણીમાં આવી ગયું છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા મુજબ 26 નવેમ્બરે મધરાતે 2.30 વાગે પુડુચેરી પાર કરી ગયા બાદ તેની 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઘટીને 100-110 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ.

પુડુચેરી પાર કરી ગયા બાદ નબળું પડી રહ્યું છે Cyclone Nivar, અનેક વિસ્તારોમાં તબાહી

ચેન્નાઈ: ચક્રવાતી તોફાન નિવાર નબળું પડીને અતિ ગંભીર શ્રેણીમાંથી ગંભીર શ્રેણીમાં આવી ગયું છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા મુજબ 26 નવેમ્બરે મધરાતે 2.30 વાગે પુડુચેરી પાર કરી ગયા બાદ તેની 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઘટીને 100-110 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. તોફાન ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. આગામી છ કલાકોમાં તે નબળું પડી જશે. તામિલનાડુ અને પુડુચેરીના અધિકારીએ તોફાનથી ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે અનેક ઉપાય કર્યા છે. તામિલનાડુ અને પુડુચેરીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

— ANI (@ANI) November 25, 2020

હવામાન ખાતાના જણાવ્યા મુજબ તામિલનાડુના કુડુલોર, મહાબલીપુરમ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ છે. પુડુચેરીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તામિલનાડુના કુડુલોરમાં 25 નવેમ્બરના સવારે સાડા આઠ વાગ્યાથી 26 નવેમ્બર રાતે 1.30 વાગ્યા સુધીમાં 244 એમએમ વરસાદ અને પુડુચેરીમાં 225 એમએમ વરસાદ નોંધાયો છે. તામિલનાડુમાં એક લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા છે. 

— ANI (@ANI) November 25, 2020

ચક્રવાતી તોફાન નિવાર પુડુચેરી 25 નવેમ્બરની રાતે 11.30 વાગ્યાથી લઈને 26 નવેમ્બરની રાતે 2.30 વાગ્યાની વચ્ચે પસાર થયું. ત્યારબાદ તેની ઝડપ ઘટી રહી છે. હવે તેની કેટેગરી severe cyclonic stormની છે. પુડુચેરીથી આગળ હવે પવનની ગતિ ઓછી થઈને 65થી 75 કિમી પ્રતિ કલાક થઈ જશે. 

જો કે આ તોફાને તામિલનાડુ અને પુડુચેરીમાં ખુબ નુકસાન પહોંચાડ્યું છે. રાત હોવાના કારણે પ્રભાવિત વિસ્તારોની બરાબર તસવીરો પ્રાપ્ત થઈ રહી નથી. પરંતુ વરસાદ અને તોફાનના કારણે વિસ્તારમાં જનજીવન ઠપ થઈ ગયું છે. ચેન્નાઈ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. જ્યારે મહાબલિપુરમમાં પણ ભારે વરસાદના અને પવન ફૂંકાવવાના કારણે અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા. 

રાહત સામગ્રી પહોંચાડવા માટે INS સુમિત્રા રવાના
પુર બાદ રાહત સામગ્રી પહોંચાડવા માટે INS સુમિત્રાને વિશાખાપટ્ટનમથી રવાના કરી દેવાયું છે. INS સુમિત્રાની સાથે INS જ્યોતિને પણ રાહત સામગ્રી પહોંચાડવાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. બંને જળયાનોનું કામ તામિલનાડુ તટના કિનારે જરૂરી સ્થળો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનો છે. 

— Kiran Bedi (@thekiranbedi) November 25, 2020

પુડુચેરીના એલજી કિરણ બેદીએ જો કે ટ્વીટ કરીને કહ્યું હતું કે હાલ રાતેના 3 વાગ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે લોકોને 5 વાગ્યા સુધી સંભાળીને રહેવા પણ જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news